STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Horror Classics

4  

Jivatiben Bachubhai Pipaliya

Horror Classics

અંધકાર તો ભેંકાર ભાસે

અંધકાર તો ભેંકાર ભાસે

1 min
367

પવન તો સુસવાટા કરે, કરતા શિયાળ લાળી,

ભયનો અોથાર લઈ ને આવે રાત કાળી કાળી.


સુના આંગણ સુના રસ્તા જગત આખું પોઢે,

ધવલતા સંકેલે સૂરજ અવની અંધકાર ઓઢે.


ઘુવડ ચીબરી રાતના રાજા, કરતાં કૂડો શોર,

ભૂત-પ્રેત તો ભ્રમણ કરતાં, ભાળો મસાણ કોર.


ઝાડવાનાં પાન ખખડે ને થર થર ધ્રુજે કાય,

પાછળ આવે છે કોઇ મારી, માની લગાવું દોટ.


અંધકાર તો ભેંકાર ભાસે, વધી જતાં ધબકાર,

દોરી મહીં પણ સર્પ દીસે ને મહેલ ભાસે ખંડેર.


ચામાચીડિયા પ્રમાદ ખંખેરી, ઉડતાં ચારેકોર,

તમ તમ કરતાં તમરા બોલે, રાત દીસે ભયંકર.


ડાકણ શાકણ ઓઢી અંધારા રચે અનોખી માયા,

ભોળા લોકોને એ ભરમાવવા, ધરતી યુવાન કાયા.


અમાસ તો ઘોર અંધારી, કામણ થાતા ખૂબ,

ના ગમે મને કાજળ કાળી આ અંધારી રાત.


ધવલ પ્રકાશે પૂનમ ચમકતી, શીતળ શીળી રાત,

બંસરીના સૂર રેલાવી, કૃષ્ણ રમાડો ને મહારાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Horror