તાંત્રિકની માયાજાળ
તાંત્રિકની માયાજાળ
ઘનઘોર જામતી અંધારી આ રાત અમાસની છે,
કાળા જાદુની, મંત્ર તંત્રની રાત અમાસની છે.
સ્મશાનમાં આવી અવગતે ગયેલાં જીવો સાથે વિદ્યાઓ અજમાવી,
ખરાબ કામોને ભયંકર અંજામ આપતી રાત અમાસની છે.
જાદુઈ છડી, કાળો ઝબ્બો, ખોપડીમાં અગ્નિ પેટાવીને,
મંત્ર વડે બાંધી શક્તિઓને ખરાબ કામો કરતી અમાસની રાત છે.
મૂઠ મારી, શક્તિ હીન કરીને, બેભાન કરી દઈને,
મરણાસન્ન કરી વેદનાની ચીસો સંભળાવતી અમાસની રાત છે.
કાળી રાત ને કાળા કામો, કાળાજાદુ ને કામણગારી,
જીવતાને. લાશ બનાવી ડાકણોના ડાકલા ગજાવતી અમાસની રાત છે.
ચારે બાજુ નાચે ભૂત ટોળી, વચ્ચે બેઠો બાવો તાંત્રિક ને માયા જાળ તેની,
લાલઘૂમ આંખો તેની, ભયંકર અટ્ટહાસ્યથી ગાજતી અમાસની રાત છે.
"સખી" માણસ ગંધાય માણસ ખાઉં, ગળે જામે લોહીનાં રેલા,
ભયંકર દાતો અણીયારા આગળ ઉલ્ટા પગે
ધરતી ગજાવતી ડાકણની અમાસની રાત છે.

