STORYMIRROR

Aniruddhsinh Zala

Horror Fantasy Inspirational

4  

Aniruddhsinh Zala

Horror Fantasy Inspirational

સ્વપ્નોનું રૂડું વાવેતર

સ્વપ્નોનું રૂડું વાવેતર

1 min
367

ભીતર ભાળેલાં સ્વપ્નો કેરું કરીએ રૂડું વાવેતર,

કર્મ ઊજળાં હેતથી કરીને સ્વપ્નો કરીએ સાકાર,

મથતાં રહીએ વિજય સુધી, માનીએ ન કદીય હાર,

પરસેવાનાં બુંદ ટપકાવી પણ, સ્વપ્નો કરીએ સાકાર,

કર્મ ઊજળાં હેતથી કરીને સ્વપ્નો કરીએ સાકાર,

નિષ્ફળતાથી નવ ડરીએ કદીય, બુલંદ કરીએ હામ,

પયત્ન કરીએ એવા જ્યમ, મરજીવા ગોતે મોતી દરિયાની માંય,

કર્મ ઊજળાં હેતથી કરીને સ્વપ્નો કરીએ સાકાર,

વિપત વેળાએ નવ વલખીએ, રાખીએ હામ હૈયે અપાર,

મહેનત થકી જ આ ધરતીમાંથી, નીપજે છે સોનુ અપાર,

કર્મ ઊજળાં હેતથી કરીને સ્વપ્નો કરીએ સાકાર,

સ્વપ્નો સાચાં કરીને 'રાજ', આનંદ મળતો અનેરો,

કઠિન પુરુષાર્થ સદાય લાભદાયી, ફાયદા એના મળે અપાર,

ભીતર ભાળેલાં સ્વપ્નો કેરું કરીએ રૂડું વાવેતર,

કર્મ ઊજળાં હેતથી કરીને સ્વપ્નો કરીએ સાકાર.

Rate this content
Log in

Similar gujarati poem from Horror