STORYMIRROR

Bharat Thacker

Abstract Horror

3  

Bharat Thacker

Abstract Horror

અણીયાળી દુનિયા – ડરામણી દુનિયા

અણીયાળી દુનિયા – ડરામણી દુનિયા

1 min
204

માથા અને ધડ વગરની ડરામણી વાત હોય છે,

ડર અને ડરામણી દુનિયાની, એક અલગ ભાતહોય છે,

 

ડરામણી દુનિયાનો હોય છે, સાથ હંમેશા અંધારી રાતનો ખબર નહીં, 

ડરામણી વાત સાથે હંમેશા અંધારાની રજૂઆત હોય છે,

 

મંત્ર તંત્ર, જાદુ ટોના, અઘોરી બાબા, ભૂત પિશાચ અને ડાકણ

ડરામણી દુનિયા સાથે આવા કેટકેટલા શબ્દોનો ઉત્પાત હોય છે,

 

દોરા ધાગા, મંત્ર અને તંત્ર, શુભ ને અશુભ એવી કેટલી જાળમાં ફસાય છે,

ડરપોક લોકો માટે ડરામણી દુનિયા, જિંદગીભરનો વલોપાત હોય છે,

 

ડરામણી દુનિયાની, એક વાત છે, સહુએ સમજવા જેવી

આપણી કલ્પનાશક્તિ જ, ડરામણી વાતને આપતી તાકાત હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract