STORYMIRROR

Khyati Anjaria

Horror

3  

Khyati Anjaria

Horror

ડર

ડર

1 min
548

ખડખડ ખિડકીના દરવાજા બોલે,

કડડ કડડ વીજળી પણ ચમકે,

ઓઢેલી ચાદર કોઈ સરકાવે,

અંધારામાં ખોપડીઓ લટકે.


લાલઘૂમ ડોળા દેખાડી,

મને ડરાવે, ફરતે મારી ભીંસ ભરી લે,

હસે ભયંકર રાડ પડી

ને, લાગે જાણે જીવજ લઇ લે.


જાપ કરું હનુમાન ચાલીસા,

ભાગી જા ઓ ભૂત ભાગી જા,

તંત્ર મંત્ર કોઈ કામ ના લાગ્યા,

ભાગી જાય એ ભૂત હશે બીજા.


વળગી પડ્યો એ ખૂંખાર બનીને,

લોહી ટપકતી આંખે,

બચાવો કોઈ, ચીસ સાંભળો,

કોઈ ના આવ્યું પાસે.


રક્ત માંસનો લોચો આરોગવા,

બલી મને બનાવશે,

આ ડરામણો ચહેરો આજે,

લોહી પીને જ માનશે.


ઓરડો આખો ભયભીત બની ગયો,

થર થર કાંપું હું,

પરસેવો લુછવા હું જાગી ગયો,

આતે કેવું સપનું ?


Rate this content
Log in

Similar gujarati poem from Horror