Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama Horror

4.0  

Zalak bhatt

Drama Horror

પગરવ

પગરવ

1 min
245

એ હવેલીમાં પગરવ હજુય સંભળાય છે

જાણ છે ત્યાં કોઈ નથી છતાંય કેટલાય છે !

સાંજ પડ્યે સન્નાટો છવાઈ જાય એવો ને

રાત્રે ત્યાં ખોફનાક ચીસો સંભળાય છે !

પોલીસ,વકિલ કે કોઈ પણ બળશાળી

પણ,એજ ક્ષણે તુરંત ભાગી જાય છે !

એ નથી છતાં રાઝ છે એમનું ને

જેમની જાગીર છે એતો મૂંઝાય છે !

ભૂવા બોલાવીને આજ્ઞાને માની

ને આજ્ઞાની પહેલાંજ ભૂવા ભરમાઈ છે !

જાગીરદાર જાનની જોખમે ભાગે કે

આમ,કાર્ય છોડીને ભૂવા ક્યાં જાય છે ?

જ્યાં જાગીરદાર ઝાંપાને લાંધે ત્યાંજ

અંદરથી ભયાવહ હાસ્ય સંભળાય છે !

ઘર પહેલાં નહોતું ને હવે પણ નથી

તારા સિવાય રહેનારા અહીં કેટલાય છે ?

જાણ છે ત્યાં કોઈ નથી છતાંય કેટલાંય છે !

એ હવેલીમાં પગરવ હજુય સંભળાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama