મનમોજી
મનમોજી

1 min

258
આવે સૂરજ બાફ બની
વાદળે હું શાને જાઉં ?
મારે થઈ જઈ બુંદ પરમના
પરપોટે જ છે પૂરાવવું,
કાળા-ઘેરા વાદળ લઈ
એ કહી રહ્યો છે આવું-આવું ?
મારે મનના મહોલ્લે જઈ
કંઈ મધુરું ગીત ગાવું,
મોર કરે ટહુકાને નાચે
દેડકાં કરતાં ડ્રાઉં-ડ્રાઉં !
સાંભળી સૌને વિચારું છું
હું આની સંગે કેમ થાઉં ?
ઝાડ લીલેરા, મહેકે માટી
ને કૂંપળ પૂછે હું ડોકાવું ?
એય અવનવી પ્રકૃતિ
તારે પાસ નવિન હું શું લાવું ?
ડેમ છલકયાં નદીઓ વહીને
હું ખાબોચિયા ગોતવા જાઉં !
લાવને ગ્રીલની જેલ તોડી
હું પણ વરસાદે થોડો નહાવું.