STORYMIRROR

Zalak bhatt

Abstract

3  

Zalak bhatt

Abstract

વ્યવહાર

વ્યવહાર

2 mins
181

ખબર નૈ આજ કેવો વ્યવહાર થાય છે ?

માણસ છે માણસ તોય લાચાર થાય છે !


પરમની પોથીઓ પાળીએ પલળતી ને

કટકીક કાગળ પર પણ કરાર થાય છે !


પોતીકી પોટલી પાણી હારે મૂકી ને

ઓલિયાના ઓટલે જઈ ઉધાર થાય છે ?


આંગળીના વેઢે ગણ્યા વાર, તારીખ, મહુર્ત

ને વર્ષોના વડલાનું નવ-નિર્માણ થાય છે !


આશ છે એ શ્વાસને કે કોઈ મને સાંભળે

પણ,જો આવે છીંક તો પણ ધૂતકાર થાય છે !


લાગણીના વહેણમાં એટલા આઘા વહ્યાં 

કાંઠે પહોંચવા કાષ્ટ પણ સ્વીકાર થાય છે,


નાસમજ તોએ નહોતાં હતી ફકત નાદાનીયત !

પણ,શણપણમાં જઈ સરળતા રૂંધાય જાય છે,


માટલું ઘડવાને આપ લાવો માટી

તો કૂંપણો પણ કેટલી છૂંદાય જાય છે ?


સમય ગયો સાધન ગયાં ગયું આખું જીવતર

ને તોય કહે શાંત રે’વામાં તારું શું જાય છે ?


હું તો છું મંદમતિ વધુ કૈં નાજાણું

પણ,કહો પૂર્ણ પુરૂષોત્તમ તમને કંઈ સમજાય છે ?


500/- ના શ્રીફળ 2 લઈને વધેર્યા

ફળ ખાય ગયાં વાંદરા ? કાચરી ઠેબે અથડાય છે !


જે સંગ નસીબ છે હોમાઈ યજ્ઞમાં

ને બાકી પડેલી કચરામાં જાય છે,


કેટલીક માંથી બન્યાં ચકલાંના માળા

ને ઘણી કાચરીએ ગણપતિ સોહાય છે,


ક્યાંક કાળી મળે ક્યાંક તાળી મળે

પણ,દાવ લગાવવામાં આપણું શું જાય છે ?


સાથ છે ઠાકુરનો ને વહે છે આંસુ

નહીંતો પડ્યાં-પડયાં સરોવર સૂકાય છે,


અહંમ નથી અંતરે પણ ભરોસો છે એટલો

કે અધૂરા આવકાર પર ૐ મળી જાય છે,


એની આંગળી ઝાલીને ચાલ્યાં ને ચાલશું

મારગ છે મોકળો ભૈ ચાલવામાં શું જાય છે ?


પગ છે, ડગ છે, ધ્યેય સદા સંગ છે કે પછી

ભગવા થવામાં આપણું શું જાય છે ?


સમજદાર સમજી શકે વાત મુદ્દાની

બાકી, બેફામ બોલનારા અહીં કેટલાય છે,


માણસ, છે માનસ તોય લાચાર થાય છે !

ખબર થઈ આજ કેવો વ્યવહાર થાય છે ?


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract