ક્યાં ગયો ?
ક્યાં ગયો ?


લાગણીનો એ પટારો ક્યાં ગયો ?
ખૂણે રહેતો એ નઠારો ક્યાં ગયો ?
યાદ આવે આમ શું એની મને ?
પણ,ગામ પૂછે છે બિચારો ક્યાં ગયો ?
વાદળોને ઘેરાવાની ઘેલછા !
આ આંખ શોધે એકતારો ક્યાં ગયો ?
કંઈ નથી છતાં થયો બેબાકળો ?
શ્વાસ શોધે છે ‘હું કરો’ ક્યાં ગયો !
નાસમજ, નાદાન, નટખટ શું કહું ?
જિંદગીનો એ સહારો ક્યાં ગયો ?
એને ઘસડી લઈ ગયો ભંગારિયો !
તું કહે છે કે જવા દો જ્યાં ગયો ?
લે,જાણતો નથી આ જમાનાને હજુ
તું જાણકર કે એ જનારો ક્યાં ગયો ?
દામ લઈ-લે લેવાં ના હો એટલાં
પણ,કે ખરચને ધારનારો ક્યાં ગયો ?
બાળપણ, યૌવનને મારૂ વૃદ્ધપણ
એકદમ સંભાળનારો ક્યાં ગયો ?
સાચવી છે આજ સુધી, એણે જ મિલ્કત બધી
ને કાટ લાગ્યો છે કહેનારો ક્યાં ગયો ?
નહીં કરું સહી, નહીં દઉં છાપ પણ
ઈ વારસાને વેંચનારો ક્યાં ગયો ?
કે’ ખૂણે રહેતો એ નઠારો ક્યાં ગયો ?
મારી લાગણીનો એ પટારો ક્યાં ગયો !