સાકારત્વ
સાકારત્વ


આખરે હું એ પડાવે આવ્યો
શુઝ પહેરીને ખડાવે આવ્યો !
શું ક્ષતિ થઈ હે ! મારી છાપમાં ?
સિક્કા સમ ફરી ચઢાવે આવ્યો ?
લાગણીનો લાવા શું વહેતો કર્યો ?
હર પથ્થર ચમકારના દામે આવ્યો !
હું આવકારો આપતો વહેતો રહ્યો
એ ચમક ધરી મારી જ સામે આવ્યો ?
ના’રે નામનાનો અહીં મોહના
પણ, લાવના ઘૂંટાવા ટાણે આવ્યો ?
મેં કહ્યું ભૈ લે’ લખી નાખ એકડો
તો એ સો સમજાવા ટાણે આવ્યો ?
હું હતો હું જ છું ને હું રહીશ પણ
આજ હું મારા કિનારે આવ્યો !
ઝળહળતો છે ખડક શબરંગ છે ?
પણ,લાગેછે કે હું કટાણે આવ્યો
નખ મારીને મેં ખડક ખંખેરીયો
ને ખડાઉ મારી પાંહે આવ્યો !
એ પહેરીને થયો સાકાર હું ?
જા,રે શંભુ તું કાં અટાણે આવ્યો !
શુઝ પહેરીને ખડાવે આવ્યો
આખરે હું એ પડાવે આવ્યો !