STORYMIRROR

Zalak bhatt

Tragedy Fantasy Inspirational

4  

Zalak bhatt

Tragedy Fantasy Inspirational

ખુદની શોધ

ખુદની શોધ

1 min
2

હું મને શોધું છું, એલા ક્યાં ગયો?

અબ ઘડી ઊભો તો પેલા ક્યાં ગયો?

ખુદ તો છું ડાહ્યો, ડમરોને નખચઢું

પણ, પારકા પુછે કે ' ઘેલાં, ક્યાં ગયો? '

માર્ગને હો જાણતો, હું કહી દઉં દિશા 

પણ,પછી કહેવું પડે કે, ' એલા.... ત્યાં ગયો '

છું કે નહીં! વાસ્તવમાં,એ ભી જાણ ના? 

પણ,ફરી આયો હું પેલા જ્યાં ગયો

હું મળ્યો કે નહીં? ,તેની તેને ખબર

એ મળ્યો મુજને, હું એલા જયાં ગયો!

ના રે ' કોઇ ઓળખાણ કે,પિછાણ ના 

તો 'ય પુછે તે - કે પેલા ' ના ' ગયો?

હું કહું એ હું જ છું. તને જાણ ના?

એ કહે એવું! તું પાછો આ ગયો?

બાદમાં કરી સ્મિત , મારે કહેવું પડે કે

" હું મને શોધું છું. એલા, ક્યાં ગયો? "

અબ ઘડી ઊભો તો પેલા ક્યાં ગયો !

ઝલક 












સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy