જિંદગીની તરસ
જિંદગીની તરસ
ગમે તેટલું પીઓ, બુઝાતી નથી, જિંદગી કઈ જાતની તરસ છે
જીવતા આવડવું જોઈએ તો જિંદગી બની રહે ખૂબ સરસ છે,
જિંદગીના દરિયાની શીખ છે, ન લાંઘવી જોઈએ સરહદ ક્યારેય
હદમાં હોય તો જ એની રહે છે મઝા, જિંદગી પણ એક સબરસ છે,
પાણીમાં ભળે પાણી, તો અંતે તો બનીને રહે છે એ માત્ર પાણી
આખરે તો સમાઈ જવાનું છે સાગરમાં, મોજાનો ક્યાં કોઈ વશ છે,
ક્યાંથી આવ્યા છીએ, ક્યાં પાછા જવાનું છે નથી સમજાતું કોઈને પણ
રહસ્યમય છે પૂરું બ્રહ્માંડ, સૃષ્ટિનું આ કેવું અલૌકિક એવું કશ્મકશ છે,
જે પણ હોય, પાછળ ફરીને જોઈએ તો જિંદગીમાં ના રહેવી જોઈએ કોઈ કસક,
સુખ દુ:ખ છે ક્યાં આપણા વશમાં ? આપણે તો જિંદગીનો બસ કાઢવાનો કસ છે.