હજી પણ
હજી પણ
1 min
25.6K
નવી રેખા છપાવે છે હથેળીમાં, હજી પણ,
ગઝલ આખી સજાવે છે હથેળીમાં, હજી પણ.
બે રેખાઓની વચ્ચે વાત છે સઘળી, ઉકેલું?
રહસ્યોને છુપાવે છે હથેળીમાં, હજી પણ.
છે ભીની લાગણીની રેત, સરકે ના કદીયે,
સ્મરણને કોતરાવે છે હથેળીમાં, હજી પણ.
છે એવું ચિહ્ન,અંગુઠો અમસ્તો ના જતાવે,
જખમને આજમાવે છે હથેળીમાં, હજી પણ.
ઝુરાવે સાવ ખાલીપો, છુપાવે સૌ દરદ પણ,
રુદન છાનું સમાવે છે હથેળીમાં, હજી પણ.

