માણસ અમે
માણસ અમે
વીંધશો તો શૂળનાં માણસ અમે,
પ્રેમ ભરપૂર કૂળનાં માણસ અમે.
પાનખર એ વૃક્ષની છે મજબુરી,
ઊર્મિ સિંચ્યા મૂળનાં માણસ અમે.
દૃશ્ય ઝાંખા હો ભલેને આંખમાં,
આયનાની ધૂળનાં માણસ અમે.
કેટલાં તોફાન બદલાવે દિશા,
લ્યો પવન-અનુકૂળનાં માણસ અમે.
કાંકરીચાળો કરો જળમાં ભલે,
એ વલય વર્તુળનાં માણસ અમે.