STORYMIRROR

Purnima Bhatt

Inspirational Classics

3  

Purnima Bhatt

Inspirational Classics

ફૂલ, સુગંધ ને અક્ષરો

ફૂલ, સુગંધ ને અક્ષરો

1 min
13.6K


આ બધી મ્હેંક ક્યાંથી આવે છે

આપણી કઈ તરફ બગીચો છે ?

-ભરત ભટ્ટ

આ શેરના જવાબમાં આજે ભરતભાઈ ભટ્ટ સાહેબને અર્પણ આખી ગઝલ.

ચોતરફ ફૂલ પ્રસારી બેસો છો,

ને ખરાં છો ! સુગંધ પૂછો છો.

આ સમંદર પીઓ ભરી ખોબે,

આંખમાંથી ઝરો વહાવો છો.

ક્યાંક પર્વત, ઝરણ, નદી લાવો,

આભમાં પણ શબદ ઉગાડો છો.

જાદુઈ લાકડીને ઘૂમાવી,

ટેરવે અક્ષરો રમાડો છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational