STORYMIRROR

Purnima Bhatt

Others Inspirational Tragedy

3  

Purnima Bhatt

Others Inspirational Tragedy

જિંદગી

જિંદગી

1 min
13.6K


જિંદગીમાં નકાબ રાખું છું,

પણ ગઝલમાં રુઆબ રાખું છું.

શોભી ઊઠે રદીફ સાથે જે,

કાફિયા બેહિસાબ રાખું છું.

જામ છલકી રહ્યો પ્રણયનો લ્યો,

આંખમાં હું શરાબ રાખું છું.

સાચવું છું સુગંધ સ્મરણોની,

બંધ તેથી કિતાબ રાખું છું.

કોઇ ઉત્તર ન દઇ શકે સાચો

પ્રશ્ન હું લાજવાબ રાખું છું.

આખું આકાશ ઝળહળે એવો,

ચાંદનીનો શબાબ રાખું છું.

હે ગઝલ ! શબ્દની તરસ માણું,

હું 'તૃષા'નો ખિતાબ રાખું છું.


Rate this content
Log in