STORYMIRROR

Purnima Bhatt

Inspirational Others Classics

3  

Purnima Bhatt

Inspirational Others Classics

લ્યો પાછાં ફર્યા

લ્યો પાછાં ફર્યા

1 min
26.6K


પાંપણે પ્રતિબંધ, લ્યો પાછાં ફર્યા,

સ્વપ્ન થઇ નિર્બંધ, લ્યો પાછાં ફર્યા.

અધખુલેલાં દ્વાર જોઇ, ભીતરે,

ટેરવે સંબંધ, લ્યો પાછા ફર્યા.

વાઢવું તું વૃક્ષ જોઈ જર્જરિત,

મૂળ છે અકબંધ, લ્યો પાછા ફર્યા.

સૌ સ્મરણ લઇ પંખ શાને ફડફડે?

છે કિતાબો બંધ, લ્યો પાછા ફર્યા.

લાગણી, પીડા, વ્યથા ને વેદના,

કેટલાં અનુબંધ, લ્યો પાછા ફર્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational