STORYMIRROR

Aniruddhsinh Zala

Horror Tragedy Inspirational

3  

Aniruddhsinh Zala

Horror Tragedy Inspirational

રત્નાકર ચડ્યો હિલોળે - વાવાઝોડું

રત્નાકર ચડ્યો હિલોળે - વાવાઝોડું

1 min
141

રત્નાકર ચડ્યો હિલોળે, રમખાણ મચાવે કેવું આ વાવાઝોડું

હૃદય તૂટ્યું હશે ક્યાંક કોઈનું ને પ્રગટ્યું હશે આ વાવાઝોડું,

સૂના મંદિરને થયા સૂના આંગણા, ભય ઉપજાવે ઈ ભેંકાર,

બંધ સ્કૂલોને ઘરમાં પુરાયા બાળ, ચિંતા મા બાપની વધારે વાવાઝોડું,


વિરહી પ્રેમીની માફક સાગર ખળભળતો ઝાઝો ભીતરે

ગગનચુંબી મોજાં ઉછળે તો લાગે પ્રલયકારી આ વાવાઝોડું,


છુપાયો ભાણ કાળા વાદળ મહીં, આસુરી શક્તિ કરે તાંડવ ઘણું

બારે મેઘ વરસે મન મૂકી, જોઈ બેચેન બને મન ઝાઝું માનવતણું,


હશે ક્યાંય તો ભૂલ માનવની, તો પ્રકૃતિ મચાવે તરખાટ

પ્રકૃતિને સાચવવી હેતથી એ પણ ફરજ છે આ માનવ કેરી

વિનંતી કરીએ સહુ મળી હરિને, અમ રક્ષા કરજો ભીડ પડે,

એક જ આધાર તમારો પ્રભુ આ માનવ શોધે ભીડ પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror