STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Horror Tragedy Crime

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Horror Tragedy Crime

ભૂત

ભૂત

1 min
207

કરમ કાળા પછી વાગે ભૂતનાં ભણકારા,

માણસ નામે ભૂત બાકી બધું તુતમ તૂત,


રાત કાળી આડમાં કરવાં કાળા કામ,

ભૂત શણગારી વગડે બિવડાવે આમ,


નામ આપ્યાં નોખાં બધાને અનોખાં કામ,

ડાકણ,શાકણ,ભૂત, પલીત,પિશાચ નામ,


પૂનમનો ચંદ્રમાં વરુ કૂતરાં ખૂબ તડપે,

જૂનાં ખંડેરમાં કંઈક નવાજૂની કડકે,


શાંતિ માટે કબ્રસ્તાનમાં કબ્ર તરસે,

માણસ બિહામણા રૂપ ધરી વરસે,


"રાહી" ભવ ભારી ભૂતની ભરમાર ભટકે,

કરમ હલકા માનવીનાં ભૂત થઈ ભટકે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror