STORYMIRROR

Bharat Thacker

Horror Fantasy

4  

Bharat Thacker

Horror Fantasy

ડરનું દર્પણ – ડરામણું

ડરનું દર્પણ – ડરામણું

1 min
373

ભુત, પ્રેત, પિશાચ, ડાકણ વગેરે છે માત્ર નામના અને નિરાધાર છે

આ બધા માનસિક વહેમ છે ડરામણા, નબળું મન એનું સૂત્રધાર છે


ડરામણી ચીજો પણ મનુષ્ય માટે હોય છે રસ લેવાની બાબત

હોરર ફિલ્મ અને સીરીયલ્સનું ચલણ કરે એ વાતને પુરવાર છે


ડરામણી ચીજોનો બદલાતો રહે છે આકાર મનોમન

અમીબા અને સાપ ની જેમ, મન બદલે એના આકાર છે


અંદરની વાત તો એ છે કે આ ડર હોય છે માત્ર અંદરનો

અને કેટલાક લોકો, આપણા ડરનો પણ કરે વ્યાપાર છે


અંધારુ લાગતું હોય છે ખાસ કરીને ખૂબ જ ડરામણું

એક નાનકડું નાઈટ લેમ્પ પણ ડર પર કરે પ્રહાર છે


સામાન્ય મનુષ્ય માટે આમ તો હાડપીંજર હોય છે ડરામણું

પણ દરેક મનુષ્ય, આમ જુઓ તો, હાડપીંજર પરનું શણગાર છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Horror