STORYMIRROR

ચૈતન્ય જોષી

Horror Tragedy

3  

ચૈતન્ય જોષી

Horror Tragedy

માણસાઈ

માણસાઈ

1 min
416

માણસાઈ થકી જ ઓળખાય છે માનવી.

બાકી ક્યાં શરીર થકી મનાય છે માનવી ?


આહાર, નિંદ્રા, ભય, મૈથુને છે સામ્યને,

પશુથી મૂઠી ઊંચેરો એ ગણાય છે માનવી.


છે એ જરુરી કે માનવ માનવને સમજે, 

બાકી ક્યાં જિંદગી આખી થાય છે માનવી?


માણસાઈ છે સોપાન પ્રભુ સુધી જવાનું, 

જનથી જનાર્દન સુધી હોય છે માનવી.


એક મનથી બીજા મનલગી પહોંચવાનું, 

દેખીને ઈશ પણ હરખાય છે માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Horror