કોરોના લહેર
કોરોના લહેર
કોરોનાએ લહેરથી લિજ્જત માણી,
માનવતા તણું માપી લીધું પાણી,
શહેરો સુમસામને સ્મશાન ઉભરાય,
કોરોના તારા કહેરની લહેર ભજવાય,
માનવ શરીર રઝળે, આક્રંદ રેલાઈ,
માનવ બેઠો કરવા, માનવતા ફેલાઈ,
દયાવ્રત સદ્દાવ્રત લહેર પથરાય,
કારોના કહેર પર માનવતા છલકાઈ,
ભાગ્યો કોરોના માનવ લહેર મલકાય !
ઈશ આશિષ આશા લહેર બંધાય.

