STORYMIRROR

sonu sonanu

Horror Romance

3  

sonu sonanu

Horror Romance

તું ચુડેલ હું ભૂત

તું ચુડેલ હું ભૂત

1 min
242

તું બની જા ચુડેલ હું બનું ભૂત,

ચાલને એવી પ્રેતની દુનિયા વસાવીએ,


ના ડર દાનવોનો ના અડચણ માનવોની,

ચાલને એવી પ્રેતની દુનિયા વસાવીએ,


દિવસે ગૂમ થઈ અંધેરી રાતોના માણિગર,

ચાલને એવી પ્રેતની દુનિયા વસાવીએ,


સફેદીનાં બાદશાહ બની રંગોથી દૂર,

ચાલને એવી પ્રેતની દુનિયા વસાવીએ,


ના બેઈમાની ના કોઈ કંકાસભરી કહાની,

ચાલને એવી પ્રેતની દુનિયા વસાવીએ,


પ્રીતની રીત આપણી દુનિયા અજીબ,

ચાલને એવી પ્રેતની દુનિયા વસાવીએ,


હોય જ્યાં શ્રદ્ધા ત્યાં અવિરત પહોંચીને,

ચાલને એવી પ્રેતની દુનિયા વસાવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Horror