મોટાની લડાઈમાં નાના હેરાન
મોટાની લડાઈમાં નાના હેરાન
કાબરો કરે કલબલ ઝાઝી
વધ્યા કાગડાઓના ઘણાં માન
સતીઓ છુપાઈ શરમ સંગાથે
સંતોએ કર્યો ગુફાઓમાં નિવાસ,
ઝગડે મોટા પાડા રોજ રસ્તે
વળે ગરીબોનો કાયમ કચ્ચરઘાણ
અધર્મ આચરી નેતા મોટા બન્યાં
પછી લૂંટે દેશની સંપત્તિને બજાર,
વાતો ઝાઝી સંભળાય વિકાસની
મોંઘવારી તણો વિકાસ ઝાઝો આજ,
નોકરી કાજ મારે યુવાનો ફાંફા
આંદોલન કરી નેતા બને સહુ આજ,
ખોટા દેખાડા કેરો શોખ વધ્યો
દેવું કરી બર્થડે, એનિવર્સરી ઉજવાય
ઉત્સવો ભૂલાય ભારતનાં ભાવભર્યા
વિદેશી ઉત્સવો પાછળ ઘેલા સહુ આજ,
કહે 'રાજ ' કળિયુગ ફૂલ્યો ઝાઝો
સત્ય થાય ઘણું આજ પરેશાન
જૂઠ્ઠાંનો તો જાણે જમાનો આવ્યો
સુધરે સઘળા એના આજે કાજ.

