કાન જલ્દી પધારો ગોકુળ આઠમે રે
કાન જલ્દી પધારો ગોકુળ આઠમે રે
કાન જલ્દી પધારો ગોકુળ આઠમે રે
(ભાવગીત, ગરબી.)
રાગ -- કાન શીદને મારો છો મને કાંકરી રે.
------=======****========-------
હા રે. કાન ગોકુળ પધારો, જુવે સહુ વાટડી રે
હે.. હેતે છલકતી અમ હૈયાની હાટડી રે..ધ્રુવ
મન મંદિર સજાવી અમે જોતાં રે
ભાવે ભજનો ગાઈ તમને વિનવતાં રે
હે... જોવા તલસે છે આજ મારી આંખડી રે.
હે.. હેતે છલકતી અમ હૈયાની હાટડી રે..ધ્રુવ
સોના રૂપાનો હિંડોળો રૂડો શોભતો રે
રુડી હીરની ડોર ઝાલું હાથમાં રે.
હે હેતે ઝુલાવશું વ્હાલા નંદલાલજી રે..
હે.. હેતે છલકતી અમ હૈયાની હાટડી રે..ધ્રુવ
ભજન, ગરબીઓ ગાય લોકો ભાવથી
આજ મંદિરીએ થાશે તમારી આરતી રે
હે.. ચૌદ ભુવનનો નાથ ઝૂલશે શાનથી રે..
હે.. હેતે છલકતી અમ હૈયાની હાટડી રે..ધ્રુવ
કાન આવ્યાને લોક ઝાઝા રાજી થયા રે
મારા અંતરના ભેદ બધા ભાંગી ગયા રે
હે.. મારા વ્હાલમ પધારે ગોકુલ આઠમે રે..
હે.. હેતે છલકતી અમ હૈયાની હાટડી રે..ધ્રુવ
હા રે. કાન જલ્દી પધારો, જુવે સહુ વાટડી રે
હે.. હેતે છલકતી અમ હૈયાની હાટડી રે..ધ્રુવ
સ્વરચિત :-