STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Comedy Inspirational

3  

Aniruddhsinh Zala

Abstract Comedy Inspirational

શુકન અપશુકન

શુકન અપશુકન

1 min
13

હે.. જી.. 

શુકન અપશુકન નડે નહીં શૂરાને, જેની ભેળી સદાય મા ભવાની હોય 

રાષ્ટ્ર કાજે લીલુડા શીશ ધરે, એના પાડિયા કેરી પૂજા જગમાં હોય.


હે જી.. 

શૌર્યને કોઈ શકે ન રોકી, શૌર્યથી જ ધરાનું રક્ષણ સાચું થાય,

બાકી બકરા તો બક બક કરે, ભીડ પડે સાચો સિંહ પરખાય.


હે..જી 

સંસ્કૃતિ રક્ષા છે ફરજ આપણી,

બીજી સંસ્કૃતિઓનું પણ સન્માન હૈયે હોય 

પણ માને મૂકીને માસીને ધાવે, ઈ નર ડાહ્યો ક્યાંથી દેશમાં ગણાતો હોય.


હે..જી..

કર્મયોગ થકી ભાગે આળસ દૂર, કલ્યાણ આ કાયા તણું થાય,

આળસ જતા જ માનવ બને, જગ આખામાં ખુબ પ્રખ્યાત.


હે..જી.. 

શુકન જોઈ સંચરતા માંડવે પણ ભીડ પડે શુકન જોવાના ન હોય,

ગૌ બ્રાહ્મણ દીકરીના રક્ષણ સમયે કોઈ મુર્હુત જોવાના ન હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract