ભવિષ્ય સહુનું હાથમાં હરિના
ભવિષ્ય સહુનું હાથમાં હરિના
હે .. જી..
ઢગલા કરીને ધન કેરા, જોને માનવ અહંકારે કેવો આ હરખાય,
ભવિષ્ય એનું છે હરિના હાથમાં, ઈ પ્રભુ ધનથી નહીં પરખાય,
જો..ને..
" રહો ભલે સુખ સાગરે, પણ જોજો સાચો શ્રી હરિ ન ભૂલાય,
મોતની વસમી વાટમાં, એક ભગવાન જ સગો સાચો પરખાય."
હે... જી..
આયખું પળ પળ ઘટી રહ્યું ને દેહના દીવડે તેલ ઘટતું જાય.
કરી લ્યો માનવી કાજ એવાં કે મોત પણ મલકાઈને ભેટી જાય.
જો..ને..
"રણમેદાને હાંકલ પડે, ઓલા વીરલા વટથી આગળ થાય,
ઓલા કાયર કોઠીએ પૂરાઈ મરે અને પાળિયા શહીદોના સદાય પૂજાય."
હે..જી...
કહે કામિની કંથને, ભવિષ્યની ચિંતા ન કરજો પિયુ લગાર,
એવો પરહિત કાજ જે રણે ચડે, એની હારે વીરાંગના સતી થાય."

