સૌંદર્યરસ
સૌંદર્યરસ


સ્નેહ સથવારે ખુશાલ જીવનની કેડી માંડ-માંડ કંડારી,
ખુશી-ગમનાં ઉછાળથી આયખાની સિદ્ધિ સમજાણી,
એકાદ મનચાહી પળે સૂરજની લાલિમા મનમાં બાંધી,
પછી રોશની ધરી પાલવે તો સૌ કોઈએ ઉછીની માંગી,
આભના ચાંદ સમી વધ-ઘટ જીવિકાની ઘટમાળ ચાલી,
સુખ-દુઃખ સથવારથી આવરદાની ગાડી કાયમ હંકારી,
નજરમાં રાખી હતી હંમેશ સત્ય પારખવાની કૂચી છતાં,
ગણ્યું બધું આડંબર, મિથ્યાભાસને આંખોથી પિછાણી,
જીવનની ગતિ કદી ન ફગે એમ લાલિમા એવી જ રાખી,
ઘટમાળ રોકી કાઠે ને 'સોનુ' સૌંદર્યરસની સુવાસ ચાખી.