STORYMIRROR

sonu sonanu

Romance

4  

sonu sonanu

Romance

રાધાના પ્રેમનો મલ્હાર કાનો

રાધાના પ્રેમનો મલ્હાર કાનો

1 min
230

ના ધરી શકું કંઠે એવો તું મહામૂલો હાર બન્યો છે,

એટલે મારા માટે તું બસ મીઠો ઇન્તજાર બન્યો છે.


સબંધનો આ રણકો બધા જ આલાપોથી ભરપૂર,

ગુંજે સતત મુજ કાનમાં એવો પ્રેમનો રાગ બન્યો છે.

 

ખુશી-ગમ આવે અને જાય શું કામ કરવી પરવા ?

બસ તારા સાથનો દરિયો જીવનનો સાર બન્યો છે.

 

ઉચાટ, ઉભરાટ ભેગા મળી કરે જ્યારે દિલ બેચેન,

તારું તસતસતું આલિંગન હૂંફનો ચિતાર બન્યો છે.


સોનુ રાધા બની નિજ આતમથી એટલે હરખાતી,

કે કાનો ખુદ એના સંગીન પ્રેમનો મલ્હાર બન્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance