આગમન
આગમન
અણધાર્યા આગમનથી નેણ અમારા ખીલ્યા,
ને આ પતઝડની જમીનમાં ઉપવન સિંચ્યા,
આપજો એની સુગંધને મ્હેકવા જીવતરની હૂંફ,
એ રહેશે સુવાસિત જ્યાં સુધી છે શ્વાસની શૈયાં,
પામીશું ભવેભવનું સુખ એક જીવનમાં પ્રીતમ,
જોજે ખીલી ઊઠશે એકમેકનાં સહવાસથી હૈયાં,
મધદરિયે ઘુઘવાતા સાગરની બીક હવે કોને છે ?
તારા સંગાથે મજબૂત થઈ છે હવે જીવનની નૈયા,
હરખ રેલાયું એવું મીઠું ને મધુર કે ના પૂછો કોઈ !
સોનુ હૃદય આજ નાચે છે તાલ સંગ તા તા થૈયા.

