STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

લાડકવાયો

લાડકવાયો

1 min
417

અંધકારભરી રાત ને થોડો પ્રકાશ આવ્યો

દુઃખમય જિંદગીમાં એક લાડકવાયો આવ્યો,


મારતા'તા મે'ણા કે આ વાંઝિયણ આવી,

ઈશ્વર કૃપાથી એક દિવસ લાડકવાયો આવ્યો,


ઘણી ઘણી માનતા મંદિરોએ દર્શને જાતી,

વ્રત ઉપવાસ ફળ્યા ને લાડકવાયો આવ્યો,


ગણેશજી જેવા મોટા કાન ને નાક છે લાંબુ,

હસતા હસતા કહે 'માં' તારો લાડકવાયો આવ્યો,


દુનિયાની રીત કેવી ? ટીકાઓ ટીપ્પણીઓની !

કોઈ ને દુઃખી 'ના' કરશો, શુભ ગણેશ આવ્યો..


આજ લાભપાંચમે દોડતો લાડકવાયો આવ્યો,

શુભ અને લાભ સાથે માતાનો લાડકવાયો આવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama