STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

કણ કણ

કણ કણ

1 min
319

કણ કણ કરીને મણ કરો એની કિંમત છે

ક્ષણ ક્ષણ કરીને સમય બનો એની કિંમત છે,


કળી કળી બની ફૂલ બનો એની કિંમત છે

ગુલાબ બનીને કંટક વચ્ચે રહો એની કિંમત છે,


સુંદર બનીને સરળ બનો એની કિંમત છે

મોસમ બનીને વરસી જાવો એની કિંમત છે,


શબ્દો બનીને સમજી જાઓ એની કિંમત છે

વ્યવહાર બનીને વહી જાઓ એની કિંમત છે,


સંસ્કાર બનીને સાચવી જાઓ એની કિંમત છે

જીવન બનીને જીવી જાઓ એની કિંમત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama