મારી દીકરી
મારી દીકરી
મારી દીકરી મારી શાન છે
જે ઘરે બધાની જાન છે,
મારી દીકરી તેની માતાની મિત્ર છે
મારી દીકરી પિતાનો પ્રેમ છે,
મારી દીકરી દાદાની લાકડી અને દાદીની લાડકી છે
મારી દીકરી સંબંધનો સેતુ અને પ્રેમનો પડછાયો છે,
મારી દીકરી કુટુંબનો કિલ્લોલ અને વંશનો વેલો છે
મારી દીકરી મર્યાદાની મુલાકાત અને સંસ્કારોનો સાથ છે,
મારી દીકરી પરિવારનો ક્યારો અને પવિત્રતાની પ્રતિમા છે
મારી દીકરી મારું ગૌરવ અને શોભાનું સૌરભ છે.
