જિંદગી
જિંદગી
દરેક સફરની મુલાકાત છે તું,
દરેક મંઝિલની આખરી અને પહેલી રાહ છે,
રોજ નવી સવારનુું કિરણ અને સાંજનો ચમત્કારી તારો છે તું
રાત્રિના અંધકારમાં આંંખો મિંચાતા સવારની નવી આશા છે તું,
રોજ એક નવો મોડ આપે એવી સરસ લાઈફ છે તું
મારા દરેક સફરમાં હંંમેશા મારી સાથનો આશ છે તું,
બંધ તાળાની ગૂમ થયેલ ચાવી છે તું
આથમતા સૂર્યની સાથે તૂટેલ વિશ્વાસનેે
ફરી જગાવવાનો ઉત્સાહ છે તું,
દરેક કર્મ કરનારનુું પ્રતિફળ આપનાર છે તું
હે જિંદગી સૌનું ભાગ્ય(આધાર) છે તું.
