એ કોણ છે ?
એ કોણ છે ?
ઊગતી ઉષા ને આથમતી સંધ્યામાં રંગો પૂરતું એ કોણ છે ?
હૃદયની ભીતરમાં આશાઓનાં દીપક પ્રગટાવતી ઉજાસ કરતું એ કોણ છે ?
લીલા પાન ને લાલ ફૂલો,
લીલા પાન ને આ ગુલાબી ફૂલો,
આ અદભુત રંગોનું મિશ્રણ કરતું,
ધરતી પર ચિત્રણ કરતું એ કોણ છે ?
ઘડીક દુઃખ તો ઘડીક સુખ
ઘડીક પાનખર તો ઘડીક વસંત,
આ રોજ અવનવું કરતું એ કોણ છે ?
ફૂલો પર ચુંબન કરતી ઝાકળ ને
મોકલનાર એ કોણ છે ?
અફાટ દરિયામાં ઘડીક ભરતી તો ઘડીક ઓટ
આપનાર એ કોણ છે ?
આ અજબ મળીઓ ગોઠવી શરીરમાં દુઃખ હૈયા ને થાય ને રડે આંખો
આવું અજબ ગજબ સર્જન કરનાર,
એ કોણ છે ?
પારિજાત ગુલાબ ને મોગરો જૂઈ ચમેલી ને ચંપો આ બધાને અલગ રંગો ને,
અલગ સુંગધ આપનાર,
એ કોણ છે ?
