બિંદુમાં ભીંજાણી
બિંદુમાં ભીંજાણી
પહેલા વરસાદના બિંદુમાં ભીંજાણી
પહેલા વાયુઓના વાદળમાં વિઝાણી,
મને જોઈને પેલી વાદલડી હરખાણી
પ્રીતની મારી પ્રીતિ પરખાણી,
મને જોઈને પેલી વીજળી પણ શરમાણી
જમીન પર પેલી રેતી પથરાણી,
મને જોઈને મેઘધનુષ્યની રંગોળી રંગાણી
માનવીને ગગનની વાત સમજાણી,
અડધી રાતે પેલી ચાંદની મૂંઝાણી
મળવાને મુજને એતો બંધાણી.
