STORYMIRROR

Nilam Jadav

Drama

3  

Nilam Jadav

Drama

વા'લો મારો હિંચકે ઝૂલે રે લોલ

વા'લો મારો હિંચકે ઝૂલે રે લોલ

1 min
275

હીંચકો બાંધ્યો વડલાની ડાળે,

ને હિંચકો ચડ્યો ચગડોળે,

વા'લો મારો...


હીંચકો બાંધી રેશમી દોરી,

ને દોરી પર ટાંકી છે ઘૂઘરી,

વા'લો મારો...


હીંચકો લટકે છે લાલચટાક ફૂલ,

ને રૂપાળી રંગબેરંગી ઝૂલ,

વા'લો મારો...


હીંચકો શોભે છે હાથી-મોરલા, 

ને રૂડાં મોતીડાંરૂપી તારલા,

વા'લો મારો‌...


હીંચકો મઢેલા છે ઝગમગ ટીલડા,

ને ટીલડા લાગે છે રંગબેરંગી રૂડા,

 વા'લો મારો...


હિંચકો ઝૂલાવે વા'લાની માતા,

ને ભોજન જમાડે ગીતડાં ગાતા,

 વા'લો મારો,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama