STORYMIRROR

Nilam Jadav

Inspirational Children

3  

Nilam Jadav

Inspirational Children

તાળું અને ચાવી

તાળું અને ચાવી

1 min
461

ચાલો, લઈએ એકબીજાનો સંગાથ,

ને જીવીએ બાથમાં ભીડી બાથ.

તાળું અને ચાવી....


ચાલો, ના કરીએ નફરત કોઈને,

ને પોતાના ગણીએ બીજાને.

તાળું અને ચાવી....


ચાલો, જતી કરીએ ભેદભાવની નીતિ,

ને બતાવીએ વ્હાલભરી પ્રીતિ.

તાળું અને ચાવી....


ચાલો, રહીએ કુટુંબમાં સંપથી,

ને દૂર કરીએ મુશ્કેલીઓને સહકારથી. 

તાળું અને ચાવી...


ચાલો, કરીએ બીજાની ભૂલોને માફ,

ને મનનાં મલિન વિચારોને સાફ.

તાળું અને ચાવી....


ચાલો, ઓગાળીએ અહમની ભાવના,

 ને તોડીએ સંબંધો સ્વાર્થના.

 તાળું અને ચાવી....


ચાલો, ઉજવીએ તહેવારો હળીમળી,

ને મૂકી દઈએ ચિંતાઓ સઘળી.

તાળું અને ચાવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational