STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

મને વ્હાલો વ્હાલો સૂરજદાદાનો તડકો

મને વ્હાલો વ્હાલો સૂરજદાદાનો તડકો

1 min
434

કૂમળો તડકો માણવાની બહુ મજા,

જ્યારે શાળામાં હોય જવાની રજા.

મને વ્હાલો વ્હાલો....


તડકામાં અમે સૌ ભેરુઓ રમીએ,

જ્યારે ઘરનાં કામમાંથી મુક્તિ મેળવીએ.

મને વ્હાલો વ્હાલો....


તડકામાં બા મને પ્રેમથી ખવડાવે,

જ્યારે ગરમ-ગરમ રોટલા ને ભડથું બનાવે.

મને વ્હાલો વ્હાલો...‌


તડકામાં દાદા મને વાર્તા કહે,

જ્યારે સોનેરી સૂરજના કિરણો વહે.

મને વ્હાલો વ્હાલો....


તડકામાં બેસી ભણવાનું ગમે,

જ્યારે બોર-ચીકીની ઉજાણી જામે.

મને વ્હાલો વ્હાલો....


તડકામાં કસરત કરું હું પહેરીને બંડી,

જ્યારે વહેલી સવારે હોય ગુલાબી ઠંડી.

મને વ્હાલો વ્હાલો.


Rate this content
Log in

Similar gujarati poem from Children