મારે મોગરાનું ફૂલ
મારે મોગરાનું ફૂલ
મારે મોગરાનું ફૂલ બનીને મહેકવું,
ને વાતાવરણને સુગંધિત બનાવવું.
મારે મોગરારૂપી વેણીથી પ્રિયતમાને શોભાવવું,
ને પ્રિયને હૈયાના ઉમળકાથી વધાવવું.
મારે પ્રભુના ચરણે જઈ હરિભક્ત થાવું,
ને પ્રભુના કંઠે રહી પ્યારા બનવું.
મારે ઘરના આંગણામાં શોભવું,
ને લોકોના હૃદયમાં સમાવું.
મારે પ્રકૃતિના ખોળે મોજથી ખીલવું,
ને જિંદગીને મસ્તીથી માણવું.