STORYMIRROR

Nilam Jadav

Inspirational

4  

Nilam Jadav

Inspirational

વીતેલી પળો યાદગાર બની ગઈ

વીતેલી પળો યાદગાર બની ગઈ

1 min
426

એકબીજા સાથે લડતાં-ઝઘડતાં

ને સુખ-દુ:ખની લાગણીઓ વહેંચતા

વીતેલી પળો યાદગાર બની ગઈ


કોરોનારૂપી બીમારી પોતાનું સ્વરૂપ બતાવી ગઈ

ને સ્વજનોને પરિવારથી દૂર કરતી ગઈ

વીતેલી પળો યાદગાર બની ગઈ


જીવન અમૂલ્ય છે એ સંદેશ મળ્યો,

ને પરિવાર મહત્વનો છે એ બોધ જડ્યો

વીતેલી પળો યાદગાર બની ગઈ


ક્યારેક સફળતાએ દિલ જીતી લીધું

ને સમયનું મૂલ્ય શીખવાડી દીધું

વીતેલી પળો યાદગાર બની ગઈ

 ‌

ક્યારેક નિષ્ફળતાએ ઉદાસ બનાવી દીધા

ને મેણાના કડવાં ઘૂંટડા પણ પીધા

વીતેલી‌ પળો યાદગાર બની ગઈ


કળિયુગમાં પણ માનવતા બતાવી

ને સદગુણોથી જીવનને મહેકાવી

વીતેલી પળો યાદગાર બની ગઈ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational