મોરલી
મોરલી
મોરલીના સૂરે રાધા રાણી ભૂલી ભાન રે, મારા વ્હાલા કૃષ્ણ કાનજી રે..
મોરલી સૂરે ગોકુળ ઘેલું કર્યું ને રંગે રંગાયું, મારા વ્હાલા કૃષ્ણ કાનજી રે...
મોરલી સૂરે ગોકુળની ગાયો ભૂલી ભાન ને શાન, મારા વ્હાલા કૃષ્ણ કાનજી રે..
મોરલીના સૂરે માવડી યશોદા મૈયા થયા હેત ઘેલા, મારા વ્હાલા કૃષ્ણ કાનજી રે..
મોરલીના સૂરે આજ જગત સૌ રંગે રંગાઈ ગયું, મારા વ્હાલા કૃષ્ણ કાનજી રે.
