હું ક્યાં કહું છું
હું ક્યાં કહું છું
હું ક્યાં કહું છું ! પ્રણયમાં આપણી" હા" હોવી જોઈએ, બસ જીવવી જિંદગી પ્રિયે તમારી બાંહોમાં ફક્ત થોડીક ક્ષણોની મુલાકાત હોવી જોઈએ.
હું ક્યાં કહું છું ! પ્રિયે તમારા દિલમાં મારી થોડીક જગ્યા હોવી જોઈએ, બસ તમારી સાથે થોડીક ક્ષણોની મહેફિલ હોવી જોઈએ.
હું ક્યાં કહું છું ! પ્રિયે તમારી સાથે એક મારી તસ્વીર હોવી જોઈએ, બસ થોડીક પ્રેમભરી મિલનની યાદો મારી સાથે હોવી જોઈએ.
હું ક્યાં કહું છું ! પ્રિયે તમારી સાથે રંગીલી સાંજ હોવી જોઈએ, બસ થોડીક ક્ષણોની યાદો ભરેલી સોનેરી સાંજ હોવી જોઈએ.
હું ક્યાં કહું છું ! પ્રિયે તમે મારા પ્રીતમ બની સાથે હોવા જોઈએ, બસ થોડીક ક્ષણ માટે વરસતો પ્રેમ વરસાવતા હોવા જોઈએ.
હું ક્યાં કહુ છું ! પ્રિયે મારે કોઈ ફરિયાદ હોવી જોઈએ, બસ સરિતાની સ્નેહભરી યાદોમાં હંમેશા હમસફર બની રહેવા જોઈએ.

