મન
મન
એકબીજાનું મન મળ્યું ને વાતો શરૂ થઈ ગઈ,
કોને કહેવું ! એ તો સાવ કોરી રહી ગઈ,
જિંદગીના હીંચકે જાણે એ હીંચકી ગઈ,
મન મળ્યું ને દિલમાં તેજ વીજળી ઝબૂકી ગઈ,
બોલતાં હતાં કે મન મલક્યું એ આવીને શરમાઈ ગઈ,
મનને મહેકાવીને ફરી એ મુખથી મલકાઈ ગઈ,
કોણ એ હતું એ જાણ્યું ? સહુથી વાતો થઈ ગઈ,
આત્માનો બુલંદ અવાજ એજ કાનમાં કહી ગયો,
મનથી મન મળે તો કોઈથી વાત શરૂ થતી રહેવાની,
હવે બિન્દાસ બોલ એ દિલને એ મુખથી વાત સરી ગઈ,
તું જ કહે હું અને તું ક્યાં ! અને તું અહીં આવી ગઈ,
મનથી અલગ થઈ હું અને તું દિલથી દાઝતા રહી ગયા,
આત્માની વાત શરૂથી મન સુધી પહોંચીને અધૂરી રહી ગઈ !

