સખીની વેદના
સખીની વેદના
આજે સખીની વેદના મારી દીલનું દર્દ બની અશ્રુરૂપી વહેતી થઈ ગઈ,
સખીની આંખોમાં પ્રેમનો દરિયો અને દર્દ મારી ભીતરમાં અશ્રુ પી છૂપાઈ ગઈ,
તૂટતાં સ્વપ્નાં સખીના સ્પર્શતી હોય એમ લાગણીઓ ભીની થઈ વહી ગઈ,
આશ્વાસન આપતાં સખીને ખોટી હિંમત આપતી હું દર્દમાં ભીંજાઈ ગઈ,
સખીની સવાલોના જવાબ શોધતા હું પોતે સવાલોના દર્દમાં ગમગીન થઈ ગઈ,
હે ઈશ્વર મારી ખુશી મારી સખીને આપી દો એમ કહેતી હું ખૂબ વેદનમાં સરી ગઈ.
