STORYMIRROR

Bhanuben Prajapati

Tragedy

4  

Bhanuben Prajapati

Tragedy

સફર

સફર

1 min
405

જિંદગીની સફર કાપતાં હું,

હવે ખૂબ થાકીને રહી ગયો છું,

નવી મંઝિલની શોધમાં હું,

મારા પોતાના સ્વપ્નાં ભૂલી રહ્યો છું,


બીજાની ખુશીની સફરમાં,

મારી ખુશીઓ ભૂલી રહ્યો છું,

લોકોની સાથે સફર કરતાં કરતા,

હું જાણે સાવ શૂન્ય બની રહ્યો છું,


સફરની દર્દની ભાષા સમજવામાં,

હું ખુદ પથ્થર દિલ બની રહી ગયો છું,

કોઈ કોઈનું નથી એ હકીકત જાણતા,

હું સાવ એકલો પડી રહ્યો છું,


જિંદગી એક સફર છે અને આપણે

તેની કઠપૂતળી એ જાણી ગયો છું,

સફરની આ નવી દુનિયાને,

હવે હું દિલથી જાણી ચૂક્યો છું,


જીવનની આ સફરમાં હવે,

હું નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું,

નવી મંઝિલની શોધમાં હું,

મારા પોતાના સ્વપ્નાં ભૂલી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy