STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational

3  

Bhanuben Prajapati

Inspirational

લાગણીઓ

લાગણીઓ

1 min
184

લાગણીના વશમાં હું પોતાને ભૂલી ગયો છું

પોતાના સાચવવા હું મારો પડછાયો ભૂલી ગયો છું


લાગણીના બંધનમાં હું સ્વપ્નાં ભૂલી ગયો છું

કોને કહેવી અધુરાશ, હું એક સવાલ બની ગયો છું


ત્રાજવે તોલી રહ્યા સંબંધો, લાગણીમાં તણાઈને ખોવાઈ રહ્યો છું

ક્યાં જઈને શોધું લાગણીઓને ,હું પોતે એક ઝંઝાવાત બની ગયો છું


લાગણીઓ વશમાં રાખતા હું પત્થર દિલ બની રહ્યો છું

લાગણીના વશમાં હું પોતાને ભૂલી ગયો છું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational