અતીતના અંધકારમાંથી બહાર આવ
અતીતના અંધકારમાંથી બહાર આવ
અતીતની ઉધઈને તું મારી નાખ,
આજની ક્ષણને તું જારી રાખ,
અતીતના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી જા,
ખુલ્લો છે આ વર્તમાનનો દરવાજો અંદર પ્રવેશી જા,
અતીતના અંધકારમાંથી બહાર નીકળી જા,
આ સફળતાનો સૂરજ,
ઊભો તારા દ્વારે દસ્તક આપે છે,
આ સૂરજનું સ્વાગત કરી લે,
શા માટે અટવાયા કરે આ અતીતની આડીતેડી ગલીઓમાં ?
વર્તમાનનો સીધો સુંદર રસ્તો છે તારી રાહમાં,
બસ એ રસ્તે ચાલ્યો જા,
છોડ એ ભૂતકાળના ગંધાતા ખાબોચિયાને,
સુંદર મીઠી સરિતા છે તારી રાહમાં,
બસ વહી જા તું એના પ્રવાહમાં,
શા માટે અતીતના બીજ રોપે આ હૈયાના ક્યારામાં ?
ઊગેલા છોડ આશાઓનાં આમ મૂરઝાઈ જશે,
આમ વિચારોનાં બીજનું વાવેતર ના કર,
બસ આજની ક્ષણોનું સુંદર ચણતર કર.
