હે મા જગજનની
હે મા જગજનની
હે મા જગતજનની !
બોલાવુ અંબા કાળી કે ચામુંડા,
રૂપ તારા સર્વે એક, નામ તારા અનેક,
જગમાં ફેલાઈ અત્યાચાર,
આવે સિંહ ઉપર થઈ સવાર,
અત્યાચારરૂપી રાક્ષસનો, પળમાં કરે સંહાર,
પોકારુંમાં તુજને, આવી કરો ઉદ્ધાર,
જગમાં આજે પાપનું ફેલાયું છે સામ્રાજ્ય,
નાની ભોળી બાલિકાઓ થતી શિકાર,
કેમ કરી વર્ણવું કેવો અત્યાચાર ?
વિનંતી તુજને માવડી !
માત વિના ના ઉદ્ધાર,
હાથમાં લઈ ખડક ને આવી કરો સંહાર,
હે માં જગત જનની !
બોલાવું અંબા, કાળી કે ચામુંડા !
