પરબીડિયામાં લાગણી
પરબીડિયામાં લાગણી
મૂકી પરબીડિયામાં લાગણી છલોછલ,
કદાચ તેથી સરનામે પત્ર અટવાયો હશે,
આપણો પ્રેમ ! ભવોભવનાં બંધનનો,
બની શકે ! આ જ છેલ્લો ભવ હશે,
શમણાંઓ કેટલાં જોયા, શણગાર્યા !
કદાચ, બની શકે એ પણ કાચના હશે !
પ્રીત પારેવડું પંપાળી, વ્હાલથી રાખ્યું,
બની શકે હૈયું એને પિંજર લાગ્યું હશે !
પ્રેમના હદની કોઈ હદ ક્યાં રાખી અમે,
છતાં સરહદ તોડી જવાનું મન થયું હશે !
જા ઊડ ! આપી મુક્તિ, અનંત આકાશે,
કદાચ ક્ષિતિજે ! તને મળવાનું લખ્યું હશે !
નિરાશાઓની વચ્ચે આશા ઉગાડી મેં,
અણસાર એ જ છે સાર કંઈ જુદો હશે !

